સુપ્રિમકોર્ટ ન્યાયાધીશશ્રી ડી.વાય. ચંદ્રચૂડ અને સંજીવ ખન્ના દ્વારા દાવા નંબર: CA/૪૮૭૪૮૮/૧૮/૨૦૨૨ ફેબ્રુઆરી કેસ સંબંધી માહિતી અધિકાર, મતલબ સૂચના અધિકાર બાબતે , વિશ્વસનીયતા, નિષ્પક્ષ સુનાવણી, એપેલેટ ઓથોરિટીતપાસકર્તાઓની ભૂમિકા,અને એમની સુનવાઈ પારદર્શિતા બાબતે સંવિધાનહિતમાં વિસ્તૃત સમજ આપી છે.
1. વિશ્વાસ . માહિતી અધિકાર હેઠળ માહિતી માગનાર અને માહિતી અધિકારી વચ્ચેના વિવાદોમાં ન્યાય નક્કી કરવા માટે સત્યતા નક્કી કરવા માટે અદાલતની ભૂમિકા ફક્ત કાયદાની વ્યાખ્યા કરવા પૂરતું સીમિત નથી પરંતુ લગાવવામાં આવેલા આરોપોની સત્યતા ચકાસવાની અને સાચું શું છે? તે નિરધારણ કરવાનું જરૂરી છે.
2.પારદર્શિતા .
અદાલત જો પોતાનું કામ સાચી રીતે સહી ઢંગથી કરવા માટે સત્સંગ ત્યારે જ બને છે જ્યારે કે તેની પાસે સાચી દાનત ઝંખના હોય નિષ્પક્ષ સુનાવણી શક્ય બને છે.અદાલતોના ફેસલા એ વ્યક્તિઓના જીવન અને સ્વતંત્ર ઉપર લાંબા સમયનો પ્રભાવ પાડે છે. એક અપેક્ષા એ છે કે પક્ષકારો સામેની કાર્યવાહી સારી રીતે થાય એમાં નિષ્પક્ષ ન્યાય જરૂરી છે. જવાબદારી અને પારદર્શિતા માહિતી અધિકાર હેઠળ જ્યારે માહિતીના બાબતે કોઈ વિવાદ થાય ત્યારે અપીલ અધિકારીઓને પ્રારંભિક ન્યાય કરવાની સત્તા આપવામાં આવી છે.
3. લોકતાંત્રિક સિદ્ધાંતોનું પાલન.
અપીલ અધિકારીઓ એક તપાસ એજન્સી જેવું કામ કરે છે. ન્યાય જવાબદારી નિભાવે છે આ વખતે એમની જવાબદારી બની રહે છે કે તેમણે પણ પોતાનો નિર્ણય પારદર્શીતા સાથે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થાય તો તમામ કાર્યવાહી સિદ્ધ થાય છે. જરૂર કાનૂન દ્વારા જ્યારે દેશના કાયદાઓનું અમલીકરણ કરવામાં આવતું હોય ત્યારે તમામ પ્રક્રિયાઓ કાર્યવાહીમાં પારદર્શિતા જળવાય અને લોકતાંત્રિક સિદ્ધાંતોનું પાલન જવાબદારી પણ નક્કી કરવામાં આવી હોય ત્યારે ન્યાયિક કાર્યવાહી નિષ્પક્ષ અને પારદર્શિતાના સિદ્ધાંત અનુસાર કરવી જોઈએ. જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવે છે ત્યારે નિર્ણય લેનાર અધિકારીના તમામ નિર્ણયો કયા કારણોસર લેવામાં આવ્યા એની સ્પષ્ટતા પણ હોવી જરૂરી છે. ફક્ત અનુમાન લગાવવાથી ફક્ત અનુમાન લગાવીને અમારું આમ સમજવું છે કે અમારું તેમ સમજવું છે એ પોતાની અંગત સમજ વ્યક્ત કરીને નિર્ણય લેવામાં આવે એ યોગ્ય નથી. સંપૂર્ણ નિર્ણય હુકમ પારદર્શી તર્કસંગત આધારો અને દસ્તાવેજોના આધારે હોવા જોઈએ. તમામ પક્ષકારોને અપીલ અધિકાર એવા ન્યાયાધીશોએ નિર્ણય કરતાં પહેલાં સાંભળવા જોઈએ. અવિશ્વાસ ઉભો થાય એવા નિર્ણય ના હોવા જોઈએ. જો માહિતી અધિકારીઓના નિર્ણય સામે વિવાદમાં અપીલ અધિકારીઓ પ્રક્રિયાની પારદર્શિતા જાળવતા ન હોય તો સરવાળે સંવિધાન કાયદાનાં હેતું અને સિદ્ધાંતને નુકસાન જાય છે, વિષમતા પેદા થાય છે એટલે કાનુનના રાજમાં લોકતંત્રમાં વિશ્વાસ જવાબદારી સત્યતા અને પારદર્શિતા મહત્વની બની રહેશે.
ગુજરાતના માહિતી કમિશનર આયોગની સમસ્યા.
૧. આયોગના કમિશનર કાયદાને બંધાયેલા છે કે કોઈના અહેસાન તળે કામ કરવું એ નકકી કરી શક્યાં નથી.
૨. આરટીઆઇ એકટ ની જોગવાઇઓમાં કોઈ પણ માહિતીના અરજદારને માહિતી માંગવા આજીવન પ્રતિબંધિત કરી શકવાની ધારા જોગવાઇ નથી. અનેક ચુકાદા વિવાદાસ્પદ અને શરમજનક, હાસ્યાસ્પદ લાગે છે. આરટીઆઇ એકટ હેઠળ અરજી કરી છે ત્યાં આયોગ કમિશનર કચેરીના માહિતી અધિકારી પણ પ્રતિબંધની જોગવાઇ હોવા ના આધાર જાહેર કરી શકતાં નથી.
૩. રાજ્ય માહિતી આયોગ કમિશનર પોતાના ચુકાદાનું પાલન કરાવી શકતાં નથી કેવી એમની માનસિકતા નથી એ સિધ્ધ થાય છે, એ પણ શરમજનક છે.
૪. રાજ્ય સરકાર અને માહિતી કમિશ્નર એ માહિતીના અંતિમ ટ્રેઝરર છે, રખેવાળ છે, તેમ છતાં માહિતી છૂપાવનર માહિતી અધિકારી પાસેથી રેકર્ડ કબજે કરી સામાન્ય પ્રજાને માહિતી અધિકાર હેઠળ માહિતી અપાવતાં નથી.
૫. ૩૦ દિવસની અંદર માહિતી પુરી પાડવાનો નિયમ છે, ખોટી માહિતી આપવી એ પણ ગુનો છે, માહિતી ઉપલબ્ધ નથી આવા કેસમાં પોલીસ કેસ કરવામાં આવે એવી જોગવાઇ છે તો માહિતી કોણ ચોરી ગયું?, ક્યારે ગુમ થઈ ગઈ ? માહિતી રેકર્ડ સાચવવાની જવાબદારી કોની છે ?
૬. પહેલી અપીલ નો નિકાલ કરવાની ચોક્કસ સમય મર્યાદા હોય છે તો પછી બીજી અપિલ અને ફરિયાદનો નિકાલ કરવાની ચોક્કસ સમય મર્યાદા નક્કી કેમ નથી ?
૭. ઘણીવાર સુનાવણીમાં માહિતી કમિશનર સાહેબ માહિતી અધિકારીના બચાવ પક્ષના વકીલ હોય એવું જણાય છે અને એમને તક આપતાં હોય એવું જણાય છે પરંતું માહિતીના ફરિયાદી ને કોઈ તક કે બોલવાનો ચાન્સ પણ આપતાં નથી.
આવાં અનેક પ્રશ્ર્નો ઊભા થયાં છે ન્યાયના હિતમાં અને કાયદાનાં હિતમાં માહિતીના અરજદારોને નામદાર કોર્ટ ના દ્વાર ખખડાવવા પડે છે એ ગુજરાત સરકાર માટે શરમજનક છે.